રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત, જાણો તમારા શહેરમાં ઠંડીનું પ્રમાણ

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, મહીસાગર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી શક્યતા છે. બોટાદ, ડાંગ, નર્મદા, સાબરકાંઠા, સુરત સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

અમદાવાદ, અમરેલી, બોટાદ, જામનગર,કચ્છ, મોરબી સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, અરવલ્લી, પંચમહાલ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આજે નવસારી, પોરબંદર, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભરુચ અને ડાંગમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. કચ્છ જિલ્લામાં 27 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમરેલી, ભરુચ, વલસાડ જિલ્લામાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. હવામાનના લીધે રવિ પાકમાં રોગ, જીવાત આવવાની શક્યતા છે. રાયડામાં ભુકી છારાના નિયંત્રણ માટે દવા છાંટવી જોઇએ. શિયાળુ પાકોમાં જમીનના પ્રત અને હવામાનની પરિસ્તિથિને ધ્યાનમાં લઈ જરૂરિયાત મુજબ પિયત આપવું જોઇએ.

Social