વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના બાદ અમદાવાદ DEOઓનું કડક વલણ : બાળકોને પ્રવાસ લઇ જતી શાળાઓ માટે આ નિયમો જણાવ્યા

18 જાન્યુઆરીએ વડોદરાના હરણી લેક ઝોન ખાતે થયેલા બોટકાંડમાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાનાં મોત થયાં હતાં. જેમાં બોટિંગ દરમિયાન બેદરકારી અને ગુનાહિત નિષ્કાળજી રાખનાર સામે હરણી પોલીસ સ્ટેશનમાં 19 સામે ફરિયાદ નોંધાઇ છે. વડોદરામાં બનેવી બોટ દુર્ઘટનાને લઈને હવે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક વલણ અપનાવ્યુ છે. પ્રવાસને લઇ શાળાઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. પ્રવાસની શરતો અને માર્ગદર્શિકા અંગે શાળાઓને ફરીવાર જાણ કરવામાં આવી છે. રાત્રી દરમિયાન કોઈપણ શાળાએ પ્રવાસ ન ખેડવા અંગેના નિયમની પણ જાણ કરવામાં આવી છે.

વડોદરામાં બનેવી બોટ દુર્ઘટના બાદ અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ કડક વલણ અપનાવ્યુ છે. તેમણે જિલ્લાની તમામ શાળાઓને સૂચના આપી છે. પ્રવાસની જિલ્લા શિક્ષણ કચેરી કક્ષાએ મંજુરી લેવી ફરજીયાત કરી છે. પ્રવાસની શરતો અને માર્ગદર્શિકા અંગે શાળાઓને ફરીવાર જાણ કરવામાં આવી છે. અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ વડોદરા બોટ દુર્ઘટના પછી શાળાઓ સામે કડક વલણ અપનાવ્યુ છે. પ્રવાસ માટે લઇ જવાના વાહનના ડોક્યુમેન્ટ વાહન એક્ટ મુજબ હોવા જરૂરી છે. સાથે જ તો આ સાથે જ મંજૂરી વિના પ્રવાસે લઇ જવાય તો શાળાની મંજૂરી રદ કરવા સુધીના પગલાં લેવા અંગેની પણ કડક સૂચના આપવામાં આવી છે. સ્થાનિક કે દૂર બંને પ્રવાસની DEO કક્ષાએ મંજુરી લેવા અંગે પણ સૂચના આપવામાં આવી છે. શરત ભંગના કેસમાં શાળાઓને નોટિસ આપવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી દ્વારા શાળાઓને પ્રવાસ માટેની તમામ શરતો અને માર્ગદર્શિકા જણાવવામાં આવી છે. જો આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવશે તો શાળા સામે પગલા લેવા અંગેનું પણ કડક સૂચન કરવામાં આવ્યુ છે.

Social