વડોદરાની હરણી બોટ દુર્ઘટના કેસમાં કોર્ટે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

વડોદરાની હરણી બોટ દુર્ઘટનાના મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહના કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 26 જાન્યુઆરીએ ક્રાઇમ બાન્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરી વિવિધ મુદ્દાઓ પર તપાસ અર્થે આરોપીના 10 દિવસ રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બંને આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મજુર કર્યા હતા.

નોંધનીય છે કે મુખ્ય આરોપી પરેશ શાહને હાલોલ ખાતે થી અને પાલિકાના નિવૃત ટીપીઓ તેમજ કોટિયા પ્રોજેકટના ભાગીદાર ગોપાલ શાહને હાલોલ ખાતેથી ઝડપી લેવામાં આવ્યા હતા. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.સરકારી વકીલ અનિલ દેસાઈની દલીલો બાદ કોર્ટે આરોપી પરેશ શાહ અને પાલિકાના નિવૃત ટીપીઓ તેમજ કોટિયા પ્રોજેકટના ભાગીદાર ગોપાલ શાહના આઠ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા પોલીસે હરણી લેકઝોન બોટ દુર્ઘટના મામલે કુલ 19 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી અત્યાર સુધી નવ આરોપીઓની ધરપકડ કરી છે.હરણી તળાવ દુર્ઘટના કેસના હજુ સુધી 10 આરોપીઓ હજુપણ ફરાર છે. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.ઉલ્લેખનીય છે કે વડોદરા હરણી તળાવ દુર્ઘટનમા 12 વિધાર્થી સહિત બે શિક્ષિકાના મોત નિપજ્યા હતા.

Social