કલોલના નાંદોલી ગામેથી વિદેશી દારૂ પકડાયો, આરોપી ફરાર

કલોલ તાલુકા નાંદોલી ગામે મેલડી માતાવાળા વાસમાં રહેતા ઠાકોર રસિક ઉર્ફ લાલો અમરતજી પોતાના મકાનમાં તેમજ તેના મકાનના પાછળ આવેલા મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની બાતમી સાંતેજ પોલીસને મળી હતી. મળેલી બાતમી આધારે સાંતેજ પોલીસે આ સ્થળ પર ગઈકાલે સાંજે રેડ કરી હતી.

ઠાકોર રસિક ઉર્ફ લાલો અમરતજીના કબજા ભોગવટાના મકાનમાંથી બીયર તેમજ ભારતીય બનાવતાનો વિદેશી દારૂની ટીન અને બોટલ કુલ 630 નંગ જેની કુલ કિંમત 91,362 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપી સ્થળ પરથી ફરાર થઈ જતાં આરોપી વિરુદ્ધ પ્રો.એક્ટ કાયદા મુજબ ગુનો નોંધી સાંતેજ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ બનાવની હકીકત એવી છે કે, કલોલ તાલુકાના નાંદોલી ગામે મેલડીમાતા વાળા વાસમાં રહેતો ઠાકોર રસિકજી ઉર્ફે લાલાજી અમરતજી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી.
સાંતેજ પોલીસે આરોપી રસિક અમરતજી ઠાકોર સામે વગર પાસ પરમીટે પોતાના કબજા ભોગવટાવાળા મકાનમાં પ્રતિબંધિત ઇંગલિશ દારૂનો જથ્થો રાખી પ્રો એક્ટ હેઠળ કાયદાનો ભંગ કરવાનો ગુનો આરોપી સામે નોંધી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Social