સાણંદમાં ભારતમાતા મંદિર સંસ્થા દ્વારા 33મો ગામાત ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન નિમિતે સાણંદમાં 33મો પરંપરાગત ગામાત ધ્વજવંદન તેમજ ભારતમાતા પૂજન કાર્યક્રમ રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં ધ્વજવંદન ભારતીય સેનાના નિવૃત કેપ્ટન વિજયાનંદ દ્વિવેદી હસ્તે કરવામાં આવ્યું હતું
સંસ્થાના વિવિધ કાર્યક્રમમોમાં અનુક્રમે હજારીમાતા મંદિરે આવેલા ભારતમાતા મંદિરે ભારતમાતાની આરતી,પોલીસ સ્ટેશનમાં આવેલા શહીદોના પાળિયાનું પૂજન,મહારાણા પ્રતાપની પ્રતિમાનું પૂજન,ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું પૂજન,બસ સ્ટેન્ડ પાસે આવેલા કોમ્પ્લેક્સ ખાતે ધ્વજ વંદન કરાયું હતું, તાજપુર ગામે આવેલા રંગાજી અને રતનાજીના પાળીયાનું પૂજન તેમજ સાણંદ ટપાલ ચોક ખાતે ધ્વજવંદન અને ભારતમાતા પૂજન જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા.

Social