ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપભાઇ ગોહિલના નિધનથી પત્રકારત્વ જગતને ખોટ પડી

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલનું નિધન થયું છે. તેમણે ભાવનગરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપભાઈની અણધારી વિદાઈથી ગુજરાતના પત્રકારત્વ જગતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. લાંબી માંદગી બાદ તેમના આકસ્મિક મોતના સમાચાર આવતા પત્રકાર જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. દિલીપ ગોહિલ છેલ્લાં એક અઠવાડિયાથી ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

સાથી પત્રકારો પાસેથી મળતી માહિતી મુજબ, દિલીપ ગોહિલને થોડા દિવસો અગાઉ શરદી ઉધરસની સમસ્યા હતી, તેના બાદ તેમને નિમોનિયા થયો હતો. ચાર દિવસથી વેન્ટીલેટર પર હતા. ભાવનગરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. સ્પષ્ટ વક્તા અને સટીક વિશ્લેષકની છાપ ધરાવતા દિલીપભાઈ ફાની દુનિયાને છોડી ગયા. કોઈ પણ વિષયમાં તર્કબદ્ધ દલીલ કરવી એ જ તેમની ઓળખ હતી. ખોટાને ખોટું કહેતા પણ દિલીપભાઈ ક્યારેય ડર્યા નથી. ચર્ચામાં સામે વાળા વ્યક્તિને પણ હસતા મુખે સ્વીકારવી પડે તેવી દલીલો કરતા.દિલીપભાઈના વિશ્લેષણથી જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરતા.દિલીપભાઈની અણધારી વિદાઈથી ગુજરાતના પત્રકારત્વ જગતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.

Social