એક ન્યૂડ વીડિયો કોલ અને ૧૫ વર્ષના સગીરે દુનિયાને અલવિદા કરી લીધી

સોશિયલ મીડિયાનો અતિરેક ક્યારેક આફતરૂપ પણ બની શકે છે અને તેને સાર્થક કરતો કિસ્સો પણ સામે આવ્યો છે. જેમાં ધોરણ-૧૦ની પરીક્ષાની તૈયારી કરતા સગીરના મોબાઈલમાં વોટસએપ ઉપર એક ન્યૂડ કોલ આવ્યો અને પછી એ સગીર માટે દર્દનાક બની ગયો હતો. સગીરની ભૂલ કે તેણે આ મામલે ઘરમાં કોઈને કહ્યું નહીં અને ટૂકડે ટૂકડે થોડાક પૈસા પણ આપી દીધા હતા અને જ્યારે મામલો હદથી વધારે વધી ગયો ત્યારે કોઈ વિકલ્પ ન બચતાં આખરે સગીરે ઘરમાં દુપટ્ટા વડે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. આખરે મૃત સગીરના ફોન ઉપર પણ સતત રિંગ વાગતાં સગીરાના પિતાએ ફોન ઉપાડતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા અને સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો હતો અને પોલીસે પગેરું શોધી કાઢ્યું હતું.

અમદાવાદના સરસપુરમાં રહેતો ૧૫ વર્ષીય સગીર ધોરણ-૧૦ની પરીક્ષાની તૈયારી કરતો હતો. ગત ૨૭મી ડીસેમ્બરે તેણે ધરે દુપટ્ટા વડે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. સગીરના માતા-પિતા પણ ચોંકી ઊઠ્યા હતા કે એવું તો શું થયું કે તેણે જીવન ટૂંકાવી દેવું પડ્યું હતું. જો કે, આ ઘટના બાદ મૃત સગીરના મોબાઈલ ઉપર સતત કોલ આવતા હતા અને સામેથી હિન્દીમાં પૈસાની વાત કરતો હતો. આ સાંભળીને સગીરના પિતા ચોંકી ઊઠ્યા હતા અને તેમણે સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઈમે મૃત સગીરના અન્ય સંબંધીને ફોન આપીને વાત કરવા કહ્યું હતું અને એ દરમિયાન ફોન ક્યાંથી આવે છે તેની સંપૂર્ણ માહિતી એકત્રિક કરી લીધી હતી અને બાદમાં સાયબર ક્રાઈમની ટીમ મધ્ય પ્રદેશ પહોંચી ગઈ હતી. જ્યાંથી ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી અને તેમણે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. આ ટોળકી સગીરને બદનામ કરી દેવાની ધમકી આપતી હતી અને ટૂકડે ટૂકડે ૩૦ હજારથી વધારે પણ પડાવી લીધા હતા. ટોળકીએ સતત પૈસાની માગણી કરતાં સગીરે આખરે ફાંસો ખાઈ લીધો હતો.

Social