સાણંદના મટોડા પાસે હાઇવે પર રિક્ષાને આઇસર ચાલકે ટક્કર મારતા 3 મુસાફરોને ઇજા

સરખેજ બાવળા હાઇવે પર સાણંદના મટોડા ગામના પાટિયા પાસે હાઇવે રોડ પર બેફામ જતાં આઇસર ચાલકે હાઇવે પર જતી રિક્ષાને ટક્કર મારતા બેસણામાં જતાં 3 લોકોને ઇજાઓ થતાં બનાવ અંગે ચાંગોદર પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદના મોરૈયા ગામ રહેતા અને મૂળ બરવાળાના પાંચાભાઈ ધરમશીભાઈ જાદવ લુણધરાગામ તા.વલ્લભીપુર ખાતે બેસણામાં જવા તેઓની સાથે ત્રિભોવનભાઈ ભુદરભાઈ મીઠાપરા તથા કૈલાશબેન ત્રિભોવનભાઈ મીઠાપરાઓ ઘરેથી ચાંગોદર નોવાકટ થી એક સીએનજી રિક્ષામાં બાવળા સુધી જવા બેસેલ હતા અને તેઓની સાથે બીજા પેસેન્જર પણ બેસેલ હતા તે દરમ્યાન સરખેજ-બાવળા રોડ મટોડા પાટિયા નજીક એક આઇશર ગાડીનો ચાલકે તેનુ આઈસર ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રિક્ષાની પાછળના ભાગે ટક્કર મારતા રિક્ષા ત્યાં પલટી મારી ગઈ હતી. અકસ્માત થતાં આજુ બાજુના માણસોનુ ટોળુ ભેગુ થઈ ગયેલ અને 108 એમ્બુલન્સ મારફતે સોલા સિવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પાંચાભાઈ, ત્રિભોવનભાઈ અને કૈલાશબેનને સારવાર માટે ખસેડયા હતા બીજી તરફ રિક્ષાના ચાલકને તેમજ અન્ય પેસેન્જરને પણ સામાન્ય ઇજાઓ થયેલ હતી. સમગ્ર ઘટનાને લઈને પાંચાભાઈએ ચાંગોદર પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Social