સાણંદ GIDCના ખુલ્લા પ્લોટમાંથી રૂ.4.34 લાખના લોખંડના સળિયા ચોરાયા

સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં રસલુપૂરા નજીક એક ખાનગી કંપની બનાવવાનુ કામ ચાલી રહ્યું છે અને કંટ્રકશન સાઈટની આગળની ભાગે ખુલ્લી જગ્યામા રાખવામા આવેલ રૂ.4.34 લાખના 7215 કી.ગ્રાના લોખંડના ટી.એમ.ટી સળીયાની અજાણ્યા ઇસમોએ ચોરી કરી ફરાર થતાં સમગ્ર બનાવ અંગે સાણંદ જીઆઈડીસી પોલીસે ગુનો નોંધયો છે.

સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર અમદાવાદના નિશાંત મયુર ઉપાધ્યાય કંટ્રકશન ધંધો કરે છે. તેનોનું સાણંદ જીઆઈડીસીમા પ્લોટ નં.ઈ – 231 ઉપર આવેલ વાય. વાય.કનેકટર ઈન્ડીયા પ્રા.લી કંપની બનાવવાનુ કામ ચાલે છે. તેઓના લેબર કોન્ટ્રાકટર સાબુભાઇ પલાસએ નિશાંતભાઈને જણાવેલ કે ગઈ તા. 19 ડિસેમ્બરે સાંજે 20 એમ.એમ ના તથા 12,16,8 એમ.એમના કૂલ 7215 કી.ગ્રા લોખંડના ટી.એમ.ટી સળીયા મંગાવેલ તે સળીયા કંટ્રકશન સાઈટની આગળની ભાગે ખુલ્લી જગ્યામા રાખવામા આવેલ હતા અને આ સળીયા કોલમ ભરવા માટે મંગાવેલ હતા તા. 9 જાન્યુઆરીના રોજ સાઇટ ઉપર કામ કરવા આવેલ ત્યારે રૂ.4,34,900ની કિંમતના તમામ લોખંડના સળીયા કોઈ ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર ઘટના અંગે સાણંદ જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Social