સાણંદના નટરાજ એસ્ટેટમાં ખાનગી કંપનીના ગોડાઉનમાં આગ ભભૂકી : 2 કલાકે કાબૂમાં આવી

સાણંદ વિરમગામ હાઇવે પર ઇયાવા ગામ પાસે આવેલ નટરાજ એસ્ટેટમાં એક ખાનગી કંપનીના ગોડાઉન 26મી જાન્યુઆરીએ સાંજે એકાએક આગ ફાટી નીકળતા સાણંદ, જીઆઈડીસી ફાયર વિભાગની ગાડીઓ દોડી હતી. જેને લઈને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. જોકે કોઈ જાનહાની નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદના નટરાજ એસ્ટેટમાં એક ખાનગી કંપનીના ખાતરના ગોડાઉનમાં 26 જાન્યુઆરીએ સાંજે એકાએક અગમ્ય કારણોસર એકાએક આગ લાગી હતી. આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. આગના ધુમાડા એક કિમી સુધી દેખવા લાગ્યા હતા. ઘટના બનતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા સાણંદ નગરપાલિકાના ફાયર બ્રિગેડના ધવલ પટેલ અને કમલ નાય તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. સાથે સાણંદ પોલીસ કાફલો અને જીઆઈડીસી ફાયર વિભાગની ટિમ પણ બનાવ સ્થળે પહોચીને આગ ઉપર કાબુ મેળવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. 2 કલાકની ભારે જહેમત બાદ અંદાજે 17 હજાર લિટર પાણીનો મારો મારો ચલાવ્યા બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સમગ્ર બનવામાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ તો આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે.

Social