વડોદરામાં સ્લેબ માથે પડતાં ત્રણ વ્યક્તિ કાટમાળ નીચે દટાયા, એકનું મોત

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નારીયા ગામમાં મકાનનો ત્રણ વ્યક્તિ સ્લેબ તોડી રહ્યા હતા. એકાએક સ્લેબ ધરાશાયી થતાં કામ કરી રહેલા ત્રણેય વ્યક્તિ કાટમાળ નીચે દટાઇ ગયા હતા. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ ડભોઈના તાલુકાના નારીયા ગામમાં રહેતા અરવિંદભાઈ શંકરભાઈ વણકરનું મકાન તોડવાનું કામ ગામમાં રહેતા કાનજીભાઇ કાશીભાઇ વણકર (ઉ.વ.55), રતિલાલ દલસુભાઇ વસાવા અને કિરણભાઇ શનાભાઇ વસાવાએ રાખ્યું હતું. ત્રણેય વ્યક્તિ મકાન તોડવાનું કામ કરતા હતા, દરમિયાન મકાનનો સ્લેબ એકાએક ધડાકા સાથે ધરાશાયી થતાં કાનજીભાઇ, રતિલાલ અને કિરણભાઇ સ્લેબના કાટમાળ નીચે દબાઇ ગયા હતા. સ્લેબ ધડાકાભેર તૂટતા ફળિયાના લોકો ભેગા થઇ ગયા હતા. અને લોકો કાટમાળ દૂર કરીને દટાયેલા ત્રણેય વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, કાટમાળમાંથી ત્રણ પૈકી કાનજીભાઇ વણકરનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો.

Social