પ્રેમીએ પ્રેમિકાના 24 વર્ષીય પુત્રની હત્યા કરી ફેંકી, પોલીસે તપાસ હાથ ધરી

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના રવિયાણા ગામમાં એક ઈસમે તેની સાથે રહેતી પ્રેમિકાને અન્ય પુરુષ સાથે આડાસબંધ હોવાનો વહેમ રાખીને તેની સાથે ઝઘડો કર્યો હતો. જેમાં મહિલા ઘરમાંથી નાસી જતાં અંદર રહેલા તેના દિવ્યાંગ અને લકવાગ્રસ્ત દીકરાને મોતને ઘાટ ઉતારી તેની લાશને થેલીમાં ભરીને ખેતરમાં નાખી દીધી હતી. દીકરો ગૂમ થતાં તેની માતાએ જાણવા જોગ નોંધાવતાં પોલીસની તપાસ દરમ્યાન લાશ મળી આવી હતી જેમાં હત્યાની ઘટના સામે આવી હતી.

બનાસકાંઠાના કાંકરેજના રાનેર ગામના મફાભાઈ શ્રીમાળીની દિકરી હંસાબેનના લગ્ન 27 વર્ષ પહેલાં થરા ખાતે કરશનભાઈ શ્રીમાળીના દીકરા રમેશભાઈ સાથે થયા હતા. જેમાં તેમને બે દીકરીઓ અને એક દીકરો થયા હતા. હંસાબેન 5 વર્ષના કિરણની આંગળી પકડીને ચાલતા રોડ પસાર થતાં ત્યારે કિરણને લકવાની અસર થતાં પડી ગયો હતો ત્યારથી પથારીવશ હતો. પતિ રમેશભાઈને દારૂ પીવાની લત હોવાથી વારંવાર કંકાસ થતાં હંસાબેને લગ્નના 15 વર્ષ બાદ દીકરા સાથે પિયર જતા રહ્યા હતા અને વાર તહેવારે સાસરીમાં જતા હતા. બંને દિકરીઓના લગ્ન થયા પછી પિયર રાનેર ગામે રહી છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. તેણે ડીસા તાલુકાના આસપાસ ગામડાઓમાં છ મહિના અગાઉ બટાકા કાઢવાની મજૂરી કરવા જતાં સરસ્વતીના ખોડાણાના દિનેશ પરમાર સાથે આંખો મળી ગઇ હતી. તેવામાં હંસાબેનના પતિ રમેશભાઈનું અવસાન થતાં હંસાબેન અને દિનેશ પતિ પત્ની તરીકે સરસ્વતી તાલુકાના રવિયાણા ગામે દાઉવા મહંમદભાઈ નિઝામભાઈના તબેલામાં 24 વર્ષિય વિકલાંગ કિરણ સાથે ખેતરમાં ઓરડીમાં રહી મજૂરી કરતા હતા. છેલ્લા એક મહિનાથી દિનેશ તેની પ્રેમિકા હંસા સાથે પાડોશમાં રહેતા રવિયાણાના શખ્સ સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી ઝઘડો કરવા લાગ્યો હતો. ગત 17
જાન્યુઆરીએ મારી નાખવા હુમલો કરતાં તેણી ભાગી
ગઇ હતી પણ તેના દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

Social