કલોલમાં સામાન્ય બાબતે 5 ઈસમોનો માતા પુત્રી પર હુમલો

ગાંધીનગરના કલોલમાં સામાન્ય બાબતે 5 ઈસમોએ માતા પુત્રી પર હુમલો કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સમગ્ર ઘટના અંગે તમામ આરોપી સામે કલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જાહેરમાં મારામારીની ઘટના બનતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો.

સૂત્રો જણાવ્યા અનુસાર ગાંધીનગરના કલોલ ખાતે રહેતા મીનાબેન ગૌતમભાઈ પરમાર તેમના ઘરે મકાનનું રીનોવેશનનું કામકાજ ચાલતું હતું ત્યારે ગટર ઓવર ફ્લો થતાં ગટરમાં પાણી જતું ન હોવાથી તેમની ઘરની સામે ગટર લાઇન નાખેલ જેનું ઢાંકણું ખોલી તેઓ તેમની દીકરી નેહાબેન સાથે ગટર લાઈનમાં બે ડોલ પાણી નાખી ચેક કરતાં હતા. દરમિયાન સોસાયટીમાં રહેતા જિનલબેન દિનેશભાઈ પરમાર આવ્યા હતા અને ઘરનું ઢાંકણું બંધ કરી દીધું હતું જેથી ફરિયાદી એ કહેલ કે ગટરનું ઢાંકણું કેમ બંધ કર્યું છે જેથી જીનલબેને જણાવેલ કે ગટર તારા બાપની છે ગટર ઉભરાઈ જાય છે તો અમે શું કરીએ તેમ કહીને જેમ મન ફાવે તેમ ગાળો બોલી માર મારવા લાગ્યા હતા દરમિયાન સોસાયટીમાં બધા ભેગા થઈ જતા તે વખતે ઉજવલભાઈ ઉર્ફે કાલુ જયંતીભાઈ પરમાર જેમ મન ફાવે તેમ બોલવા લાગ્યા હતા દરમિયાન ફરીયાદીના પતિ પણ આવેલા અને બોલાચાલી વધતા કિશનભાઇ મોહનભાઈ પરમાર ફરિયાદીના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને ફરિયાદીના દીકરા મયુરને દિનેશભાઈ મોહનભાઈ પરમાર માર મારવા લાગ્યા હતા બાદમાં ઇજાગ્રસ્ત માતા અને પુત્રીને કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બાદમાં મીનાબેન ગૌતમભાઈ પરમારે કલોલ પોલીસ મથકમાં જીનલબેન દિનેશભાઈ પરમાર, ઉજવલભાઈ ઉર્ફે કાલુ જયંતીભાઈ પરમાર, કિશનભાઇ મોહનભાઈ પરમાર તથા દિનેશભાઈ મોહનભાઈ પરમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Social