5 મહિના અગાઉ માલપુરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, મોડાસાથી એક મહિલાને ઝડપી લેવાઈ

પાંચ મહિના અગાઉ માલપુર ખાતે એક મકાનમાં ચોરી થઈ હતી તસ્કરો સોના ચાંદીના દાગીના ચોરી જતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી જ્યારે એલસીબી પોલીસને મળી હતી કે મોડાસાની એક મહિલાએ આ ચોરી કરી છે બાતમીને પગલે એલસીબી એ મોડાસા ખાતેથી ચોરીના મુદ્દા માલ સાથે મહિલાની ઝડપી લીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર માલપુરમાં પાંચ મહિના અગાઉ થયેલ ચોરીનો અરવલ્લી એલસીબી પોલીસે ભેદ ઉકેલ્યો હતો. ચોરીની ઘટના બાદ તપાસ હાથ ધરી હતી આ સમયે એલસીબી અને સ્ટાફને બાપની મળી હતી કે મોડાસાની સહારા સોસાયટી માં રહેતી સીમા પરવીન શેખ નામની મહિલાએ ઘર ફોડ ચોરીને અંજામ આપ્યો હતો આ મહિલા મોડાસાના ડુંગર વાળા ચાર રસ્તા નજીક ઉભી છે અને ચોરીના દાગીના વેચવા નીકળ્યું છે પોલીસને મળેલી બાતમીના આધારે આ મહિલાને દબોચી લેવામાં આવી હતી તેની પાસેથી રૂ.1.19 લાખ રૂપિયાની કિંમતના સોના અને ચાંદીનાદાગીના પણ જપ્ત કરવામાં આવ્યા હતા. એલસીબી પીઆઇ કે.ડી ગોહિલ અને સ્ટાફે માલપુર પાંચ મહિના અગાઉ થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

Social