સમાજ ના અદભુત સહયોગ થી 18 બટુકો ને ગાયત્રી મહામંત્ર ની દીક્ષા આપી યજ્ઞોપવિત સંસ્કાર કરાયા. સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ સફળ બન્યો: બ્રહ્મ સમાજ સાણંદ દ્વારા સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવિત યોજાયા

સાણંદ , સમસ્ત બ્રહ્મ સમાજ સાણંદ દ્વારા સાણંદ ખાતે સમૂહ લગ્ન તથા સમૂહ યજ્ઞોપવિત નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે બ્રહ્મ સમાજ સાણંદ દ્વારા ખૂબ ઉદાર રીતે સહયોગ પ્રાપ્ત થયો હતો આમ સૌ ના સહયોગ અને ઉત્સાહ થી યોજાયેલા આ કાર્યક્રમ માં 4 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તેમજ સાણંદ સહિત ગુજરાત ભરમાંથી 18 બટુકો ને સમૂહમાં યજ્ઞોપવિત આપવામાં આવી હતી
આ સમારંભમાં સ્વાગત પ્રવચન ૐ એવન્યુ ના પ્રણેતા પ્રદીપભાઈ જાની એ કર્યું હતું અને તેઓ નો સંકલ્પ ભાડા મુક્ત ભુદેવ તેંમજ બ્રહ્મ સમાજ ના સંગઠન ની સરાહના કરી હતી
આ પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતિઓ અને યજ્ઞોપવિત ધારણ કરી ગાયત્રીમંત્ર ની દીક્ષા મેળવનાર બટુકો ને આશીર્વાદ આપવા ગૌ ભક્ત ચૈતન્ય શંભુ મહારાજ.. .. સુર્યા દેવી જી, .ભરતભાઈ રાવલ .વિશ્વ હિન્દુ પરિષદ વિરેન્દ્રભાઈ આચાર્ય , રાજુભાઇ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.. ગૌ ભક્ત ચૈતન્ય શભુ મહારાજે સાણંદ તાલુકા બ્રહ્મ સમાજ ના સંગઠન ની કામગીરી ની સરાહના કરી હતી અને ૐ એવન્યુ ની ધરતી દર વર્ષે યોજાતા આવા કાર્યક્રમો ને કારણે પવિત્ર બની છેબ્રહ્મ સમાજ ની કામગીરી ની મુક્તકાંઠે પ્રસંશા કરી હતી. સાણંદ ઠાકોર સાહેબ ધ્રુવરાજસિંહ…સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા ના પ્રમુખ ભરતભાઇ રાવલ, રાજુભાઈ ઠાકર..સાધ્વીજી સૂર્યદેવી એ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા
સાણંદ બ્રહ્મ સમાજની આ સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવિત આપવાની કામગીરીની ખૂબ પ્રસંશા થઈ હતી. આ સમૂહ લગ્ન માં 4 દીકરી ને કરિયાવરના દાતા સ્વ.હરીનાક્ષીબેન સિદ્ધાર્થભાઈ તથા બાબા કેદારનાથ પરિવાર દીપકભાઈ રાવલ શ્રી નિશિથ બાબુલાલ શાહ ( એન.બી.ગ્રૂપ) દશરથસિંહ નટુભા સિસોદિયા નિલકંઠસિંહ અનોપસિંહ વાઘેલા તથા ટીકાભાઈ ઉર્ફે ખુમાનસિંહ અર્જુનસિંહ ઝાલા ઉપરોક્ત મહાનુભાવો ને કરીયાવર ના દાતા બનવાની પ્રેરણા સાણંદ ના સિનિયર એડવોકેટ જીતેન્દ્રભાઈ કાંતિભાઈ પંડિત( એડવોકેટ ) એ આપી હતી અને કન્યાઓ ને કરીયાવર ની ભેટના દાતાઓ બન્યા હતા
આ સમારંભ માં ગ્રહશાંતિ કર્મ માં પંડિત પરિવાર ના બે દીકરાઓ..અને પુત્રવધૂઓ ને લાભ પ્રાપ્ત થયો હતો.જેમાં એડવોકેટ ધ્રુવ પંડિત..અને ધરા તથા યોગી વિમેશભાઈ પંડિત પરિવાર સહિત હાજર રહીને પ્રારંભ માં ગ્રહશાંતિ કર્મ કરાવવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્રમ ની કર્મકાંડ ની વિધિ કરાવનાર વિદ્યવાંન કર્મકાંડી વિમેશભાઈ પંડીત અને તેમની સમગ્ર ટીમે સુંદર કામગીરી કરી હતી સમગ્ર કાર્યક્રમ ને સફર બનાવવા સમાજના પ્રમુખ સનતભાઈ પંડિત..મંત્રી દિલીપભાઈ રાવલ..ૐ એવન્યુ ના પ્રણેતા પ્રદીપભાઈ જાની. દિપકભાઈ ભટ્ટ .. એડવોકેટ વિજયભાઈ પંડિત ,કમલેશ વ્યાસ
,વિક્રમભાઈ વ્યાસ.. વિમલભાઈ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા..સમગ્ર બ્રહ્મ સમાજ ના અભૂતપૂર્વ સહયોગ થી કાર્યક્રમ સફળ.રહ્યો હતો.હજારો ની સંખ્યા માં ભૂદેવો હાજર રહીને મહોત્સવ ને સફળ બનાવેલતથા ઉપસ્થિત રહ્યા હતા..સમગ્ર બ્રહ્મ સમાજ ના અભૂતપૂર્વ સહયોગ થી કાર્યક્રમ સફ રહ્યો હતો.હજારો ની સંખ્યા માં ભૂદેવો હાજર રહીને મહોત્સવ ને સફળ બનાવ

Social