સાણંદના નંદનવનના મકાનમાંથી ઊંટ વૈદને SOGએ પકડ્યો

સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ મહાનિરીક્ષકશ્રી પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ, અમદાવાદ રેન્જ તથા જીલ્લા પોલીસ વડા મેઘા તેવારએ અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં ડીગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ. એન.એચ.સવસેટા નાઓને આપેલ જરૂરી સુચના તથા માર્ગદર્શન અનુસંધાને એસ.ઓ.જી શાખાના અ.હે.કો. મહેશભાઇ પરષોત્તમભાઈ, ગોપાલસિંહ સરદારસિંહ, અજીતદાન સાગરદાન નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ જે ચોક્કસ આધારભુત માહિતી આધારે, સાણંદ નળસરોવર રોડ નંદનવન સોસાયટી ખાતે મકાન નં 10મા વિષ્નુભાઈ રતીલાલ પટેલ ભાડેથી રહી ગે.કા રીતે ડૉક્ટર તરીકેની એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથીક તબીબીની પ્રેક્ટીસ કરતો હોય અને એલોપેથીક દવાઓ આપતો આરોપી વિષ્ણુભાઈ રતીલાલ પટેલ હાલ રહે મકાન નંબર-૧૦ નંદનવન સોસાયટી સાણંદ મુળ રહે ગામ ગોકળપરા તા. સાણંદ જી.અમદાવાદ વાળાને જુદી-જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા મેડીકલના સાધનો મળી કુલ કિં.રૂ. ૯૩૮૧/- ના મુદ્દામાલ સાથે પકડી ઇસમ વિરૂધ્ધ સાણંદ પો.સ્ટે. ગુનો રજીસ્ટર કરી કરાયો છે.

Social