ગાંધીનગરનો આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સ્કૂલો પાસેથી લાખોનો તોડ કરતાં પકડાયો

આરટીઆઈનો કાયદો લોકોના ફાયદા માટે બનાવવામાં આવ્યો છે પણ આ કાયદાને કેટલાક ભેજાબાજોએ તોડ કરવાનું માધ્યમ બનાવી દીધો છે. સ્કૂલ ફી નિયમનના નામે આરટીઆઈ કરવામાં આવે છે અને પછી તો કરવામાં આવી રહ્યા છે ત્યારે આવો જ એક મોટો કિસ્સ સામે આવ્યો છે. જેમાં ગાંધીનગરનો આરટીઆઈ એક્ટિવિસ્ટ માટેન્દ્ર પટેલે ગાંધીનગરના ૧૮ શાળા સંચાલકો પાસેથી ૬૬ લાખનો તોડ કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે. જેમાં સુરતના શાળા સંચાલક પાસેથી તોડ કરવામાં આવ્યો હતો અને આ મામલે શાળા સંચાલકે શિક્ષણ મંત્રીથી લઈ ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી હતી અને બાદમાં સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સીઆઈડી ક્રાઈમે મહેન્દ્ર પટેલના ગાંધીનગર સ્થિત બંગલે સર્ચ કર્યું હતું અને ત્યાંથી રૂા.૧.૪૭ કરોડ રોકડા મળી આવ્યા હતા. આરટીઆઈના નામે શાળા સંચાલકો પાસેથી એક્ટિવિસ્ટો તોડ કરતા હોવાની રાજ્યભરમાં છેલ્લા કેટલાય સમયથી ફરિયાદો ઊઠી રહી હતી. આજે આ મામલે મોટો ઘટસ્ફોટ બહાર આવ્યા છે અને જેમાં ગાંધીનગરના મહેન્દ્ર પટેલ કે જે પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને ગાંધીનગર શહેરના ૧૮ શાળા સંચાલકો પાસેથી પણ તોડ કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે. મહેન્દ્ર પટેલે સુરતના શાળા સંચાલક પાસે તોડ કર્યો હતો અને આ મામલે ફરિયાદ કરનાર પ્રવીણ ગજરાએ કહ્યું કે, વર્ષ-૨૦૧૨થી લઈ ૨૦૧૭ દરમિયાન આ ઘટના બની હતી પણ અમે ફરિયાદ કરવાની હિંમત કરી નહોતી. જો કે, બાદમાં આરોપી દ્વારા મોટી રકમ માંગવામાં આવતી હોવાથી અમે શિક્ષણ મંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી અને તેમણે અમને સપોર્ટ કર્યો હતો અને બાદમાં સીઆઈડી ક્રાઈમમાં રજૂઆત કરવામાં આવી હતી. આખરે સીઆઈડી ક્રાઈમ મહેન્દ્ર પટેલના ગાંધીનગર સ્થિત વૈભવી બંગલામાં સર્ચ કર્યું હતું અને જ્યાંથી રૂા.૧.૪૭ કરોડ રોકડા મળી આવ્યા હતા.

Social