ગાંધીનગરમાં નસીલા પદાર્થ સાથે એક ઇસમ ઝડપાયો : અન્ય એક વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ

ગાંધીનગરમાં લક્ઝરી બસમાંથી એક ઇસમ પાસેથી શંકાસ્પદ નસીલા પદાર્થનો જથ્થો ઝડપાઈ આવતા ભિલોડા પોલીસ દ્વારા ફેઝ શેખ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે આ સાથે જો વોન્ટેડ અન્ય એક ઇસમ વિરુદ્ધ પણ ચિલોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે. ત્યારે ચિલોડા પોલીસને ઇસમ પાસેથી 15 જેટલા બંડલમાં શંકસ્પદ નશીલો પદાર્થ મળી આવતાં ચકચાર મચી છે.

ગાંધીનગર રેન્જ પ્રોહિબિશન ડ્રાઇવ ચાલતી હતી ત્યારે લક્ઝરી બસમાં એક ઈસમ પાસેથી શંકાસ્પદ નસીલા પદાર્થનો 15 જેટલા બંડલ મળી આવતા પોલીસે ઇસમની અટકાત કરી હતી અને તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. નશીલા પદાર્થ પોલીસે ઝપ્ત કરી 15 જેટલા બંડલને એફ એસ એલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ઇસમને વધુ પૂછપરછ કરતા અન્ય એક ઈસમનું નામ પણ બહાર આવ્યું હતું ત્યારે સોકેત નામના અન્ય એક ઇસમ વિરૂદ્ધ ચિલોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે આ ઉપરાંત ચિલોડા પોલીસે આ બાબતને વધુ તપાસ હાથ ધરી છે.

Social