કલોલમાં છત્રાલ જી.આઈ.ડી.સી પાસે ટ્રકમાંથી 35 હજારની ચોરી કરી બે ઇસમો ફરાર

ગાંધીનગરના કલોલમાં છત્રાલ જીઆઇડીસી ખાતે ટ્રકમાંથી ડ્રાઇવર નો મોબાઇલ રૂ.5000 સહિત રોકડ રકમ 30,000 /- ની ચોરી કરી બે ઈસમો ફરાર થઈ જતા બે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ કલોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ છે. ટ્રક ડ્રાઇવર સૂતા હતા તેનો લાભ લઇ બે ઇસમોએ કેબિનમાં ચોરી કરી હતી.

સમગ્ર ઘટનાની વિગત વાર વાત કરીએ તો કલોલના છત્રાલ ખાતે જીઆઇડીસી પાસે ટ્રક ડ્રાઇવર આરામ કરવા માટે રોકાયા હતા તે દરમિયાન ટ્રકમાં બે ઇસમો ચોરીના ઇરાદે પ્રવેશ્યા હતા. ત્યારે ડ્રાઇવરનો મોબાઇલ ફોન જેની કિં.રૂ 5000/- આ ઉપરાંત કેબીનમાં ખાનામાં પડેલા રોકડા કિં.રૂ 30,000/- એમ કુલ કિં.રૂ 35,000 ની ચોરી કરી બે ઇસમો ફરાર થઈ ગયા હતા ત્યારે કેબિનમાંથી અવાજ આવતા ડ્રાઇવર જાગી જતા તેઓએ ચોર ઈસમોને જોયા હતા અને પકડવાનો પ્રયાસ કરવા છતાં તેઓ નાસી છૂટ્યા હતા ત્યારે બંને ઈસમો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે. કલોલ પોલીસે બે અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

Social