ગાંધીનગરમાં દીકરીને હેરાન કરતા ઇસમોથી બચાવવા જતા ચાર ઇસમોએ પિતા પર જ કર્યો હુમલો

ગાંધીનગરમાં નભોઈ નર્મદા કેનાલ પર યુવતીને છેડવાનો પ્રયાસ કરતા પિતા રોકવા જતાં ચાર ઈસમો દ્વારા પિતા પર જ જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં દીકરીને બાઇક પર સવાર ઇસમો દ્વારા છેડતીનો પ્રયાસ કરાતા તીક્ષ્ણ હથિયાર વડે પિતા પર હુમલો કરતા હિતેશ,જયદીપ,કાનો અને પ્રકાશ નામના ઈસમો વિરૂદ્ધ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાઈ છે.

સમગ્ર ઘટના સમાજ તેમજ વાલીઓ માટે લાલબત્તી સમાન છે જેમાં ગાંધીનગરના આલ્ફા હોટલમાંથી જમી અને પરિવાર ઘરે પરત ફરી રહ્યો હતો. જેમાં દીકરી અને દીકરો એકટીવા પર અને માતા-પિતા બાઇક પર ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રાત્રીના સમયે દીકરીને છેડતીનો પ્રયાસ કરતા ચાર ઈસમોએ તેમનો પીછો કર્યો હતો. તેમજ બીભત્ષ ભાષાનો ઉપયોગ કર્યો હતો અને દીકરીને હેરાન પરેશાન કરવામાં આવી રહી હતી. ત્યારે નભોઈ નર્મદા કેનાલ પર પિતા દ્વારા ઈસમોને રોકવાનો પ્રયાસ કરવામાં આવતા ચાર ઈસમોએ પિતા પર જ જાન લેવા હુમલો તીક્ષણ હથિયાર વડે કર્યો હતો.ત્યારે ગણપતભાઈ પરમારે ચાર ઇસમ વિરૂદ્ધ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર ઇસમો વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Social