વિરમગામમાં આવતી ખાનગી બસનો જામનગરમાં અકસ્માત :10 મુસાફરોને ઇજા

જામનગરના ચંગા પાટીયા પાસે પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી ખાઇ જતાં 8 મુસાફરોને ઇજા થઈ છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ ખાનગી બસ ચંગા અને ચેલા પાટીયાની વચ્ચે સોમનાથ હોટલ પાસે પલટી ખાઈ ગઈ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જામનગરની ખાનગી ટ્રાવેલ્સની બસ વિરમગામથી LC 8 કોલોનીમાં જતી હતી. જેમાં એલ એન્ડ ટી કંપનીના પરપ્રાંતી મજૂર સવાર હતા. ત્યારે ચંગા અને ચેલા પાટીયાની વચ્ચે સોમનાથ હોટલ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ રોડની સાઇડમાં ઉતરીને ઊંધી વળી ગઇ હતી.
અકસ્માતની જાણ આજુ બાજુના લોકોને થતાં સ્થાનિકોના ટોળા એકઠા થયા હતા અને તુરંત પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સ્થાનિકો અને એમ્બ્યુલન્સના સ્ટાફે 10 જેટલા ઇજાગ્રસ્તોને બારીમાંથી બહાર કાઢીને સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Social