અચાનક ગાડીનું ટાયર ફાટતા પાલનપુરમાં અકસ્માત : એકનું મોત

  પાલનપુર-આબુરોડ હાઈવે પર ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં અમીરગઢ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
 અમદાવાદનો એક પરિવાર આબુરોડ તરફથી પરત અમદાવાદ જઈ રહ્યો હતો ત્યારે પાલનપુર-આબુ હાઇવે પર રામજીયાણી ગામ નજીક ગાડીનું ટાયર ફાટતાં ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે ગાડી ફંગોળાઇને રોડની સાઇડમાં ખાબકી હતી. જેમાં એકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે એક ગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
Social