રાજકોટના ઉપલેટામાં
જનેતાએ 9 મહિનાની પુત્રીને એસિડ પીવડાવ્યું, પોતે પણ મરી.

રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભીમોરા ગામમાં જનતાએ પોતાની 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવી પોતે પણ પી ગઈ હતી જેમાં જનેતાનું મોત થયું છે જ્યારે માસુમ દીકરી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. સ્થાનિક પોલીસે મૃતક મહિલા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલુ કરી છે. બનાવમાં પતિએ મૃતક પત્ની સામે પોતાની દીકરીની હત્યાનો પ્રયાસની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતક મહિલા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહિલાએ કયાં કારણોસર આવું પગલું ભર્યું એ કારણ અકબંધ છે.

Social