બ્રેકિંગ ન્યુઝ: સરી પાટિયા નજીક ઓક્સિજન સિલિન્ડર લઈ જતી આઇસરમાં બાટલા ફાટ્યા: બેના મોત: ચાર લોકોને ઈજા : બંને બાજુના હાઇવે બ્લોક કરાયા

સરખેજ બાવળા હાઇવે ઉપર આવેલ સાણંદ તાલુકાના સરી ગામના પાટીયા નજીક બાવળા થી ઓક્સિજન સિલિન્ડર ભરીને આવી રહેલ આઈસરમાં એકાએક ઓક્સિજન સિલિન્ડર એક પછી એક ફાટવા લાગતા, બે મજૂરના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે રોડ ઉપર જઈ રહેલ વાહન ચાલકો ઉપર બાટલા ઉછળીને પડતા ચાર ને ઇજા થઈ, ડ્રાઇવરને સારવાર અર્થે બાવળા ખસેડાયો છે જ્યારે અન્ય ઈજાગ્રસ્તો ને અમદાવાદ સારવાર માટે ખસેડાયા છે. ફાયર ટીમ ચાંગોદર પી.આઈ અમદાવાદ ગ્રામ્ય એસપી સહિતની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

Social