સાણંદમાં બે દિવસથી પાણીની અનિયમિતતા

સાણંદ નગરપાલિકા દ્વારા સાણંદ શહેર માં બે દિવસ થી પીવાનું પાણી અનિયમિતતા અને કેટલાક વિસ્તારોમાં સદન્તર બંધ હોવાથી સાણંદ તેમજ શહેર ની ઉભરતી ગટરો ની સમસ્યાનો નિકાલ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ ઝાલા તેમજ મંગલ તીર્થ સોસાયટી ના રહીશો નગરપાલિકા માં રજુઆત કરવા ગયા હતા પણ ત્યાં જવાબદાર અધિકારીઓ કોઈ હાજર નહતા જેથી પાણીપુરવઠા ના ડેપ્યુટી ઈજનેર ચોધરીની તેલાવ પંપીંગ સ્ટેશન ને મુલાકાત લઈ તાત્કાલિક પાણી ચાલુ કરવા રજૂઆત કરી હતી.બીજી તરફ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે નર્મદા વિભાગમાં સમારકામને કારણે પાણીપુરવઠો બંધ છે ત્યારે હાલ માત્ર બોરના પાણીનો આધાર હોવાથી અપૂરતા પુરવઠાને કારણે દરરોજ પાણી પૂરું પાડી શકાતું નથી

Social