ગાંધી નિર્વાણ દિન

મનોહર ટાઇમ્સના પાઠકો જ્યારે આ લેખ પર નજર ફેરવતા હશે એના ઠીક ત્રણ દિવસ પછી એટલે કે 30મી જાન્યુઆરીએ ગાંધીની નિર્મમ રીતે હત્યા થવાની છે. આમ તો આપણા જ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી લગ-ભગ દરરોજ બાપુની હત્યા થતી જ રહે છે પરંતુ મરનાર અને મારનાર તથા સમગ્ર જગતને ખબર છે કે આ બાબત અશક્ય છે ગાંધીજીની હત્યા કોઈપણ વ્યક્તિ દ્વારા અશક્ય છે છતાં લોકો આ અશક્ય બાબતને શક્ય બનાવવાની નિરંતર અથક અને પ્રમાણિક પણે કોશિશ કરતા રહે છે ખૂબ સંનિષ્ઠ પ્રયાસો ચાલુ રાખે છે
ઉપવાસ પૂરો થયાને પહેલે દિવસે ગાંધીજી ને ખુરશી ઉપર બેસાડીને પ્રાર્થના સભામાં લઈ જવામાં આવ્યા એમણે ખૂબ ધીમે અવાજે ભાષણ કર્યું એમણે કહ્યું ‘ હિન્દુ મહાસભાના એક હોદ્દાધારીએ દિલ્હીની શાંતિ પ્રતિજ્ઞા માનવા ના પાડી દીધી છે ’ ગાંધીજીએ એ વિષે દુઃખ વ્યક્ત કર્યું
બીજે દિવસે પણ એમને પ્રાર્થનાના માટે ઊંચકીને લઈ જવા પડ્યા એમના પ્રાર્થના પ્રવચનમાં એમણે જલ્દી સાજા થઈ જવાની ને શાંતિ નું કાર્ય આગળ વધારવા પાકિસ્તાન જવાની આશા વ્યક્ત કરી.
પ્રશ્નોત્તર દરમિયાન એક માણસે ગાંધીજીને પોતાને અવતાર રૂપ જાહેર કરવાની માંગણી કરી ગાંધીજી થાકેલા જેવું હસીને બોલ્યા શાંતિથી બેસી જાઓ.
ગાંધીજી બોલતા હતા ત્યાં ધડાકા નો અવાજ આવ્યો ‘ શું શું ’ એમણે પૂછ્યું અને એમણે જ કહ્યું ખબર નથી પડતી શું છે શ્રોતાઓમાં ગભરાટ ફેલાઈ ગયો ગાંધીજીએ કહ્યું એ તરફ ધ્યાન ના આપો મારી વાત સાંભળો.
બાજુના જ બાગની દિવાલ ઉપરથી ગાંધીજી ઉપર બોમ્બ ફેકવામાં આવ્યો હતો તે પછીના દિવસે ગાંધીજી જાતે ચાલીને પ્રાર્થના સભામાં પહોંચ્યા આગલે દિવસે અડગ રહેવા બદલ ધન્યવાદ મળી રહ્યા તેની વાત કહી તેમણે કહ્યું એના માટે હું ધન્યવાદને પાત્ર નથી મેં તો માની હતું કે લશ્કર તાલીમ લઈ રહ્યું હશે ધન્યવાદ ને પાત્ર તો હું ત્યારે લેખાવું જ્યારે એવા ધડાકાથી હું ઘવાવું અને તોય મારા મોં પર આનંદ છવાઈ રહે અને મરનાર પ્રત્યે મનમાં દ્વેષ ન જાગે જે માર્ગ ભૂલ્યા યુવાને આ બોમ્બ ફેંક્યો હોય તેનો કોઈ તિરસ્કાર નહીં કરે . તે કદાચ મને હિન્દુ ધર્મનો દુશ્મન માનતો હશે હિન્દુ ધર્મને બચાવવાનો એ ઉપાય નથી હિન્દુ ધર્મ બચશે તો તે મારે જ રસ્તે બચશે.
એક અભણ ડોશી એ બોમ્બ ફેકનારને પકડી લીધો હતો ને તેને પોલીસ આવે ત્યાં સુધી પકડી રાખ્યો હતો ગાંધીજીએ અભણ બહેનની નિરભિમાન વીરતાની પ્રશંસા કરી તેમણે એ જુવાન પર જુલમ ગુજારવામાં ન આવે તેવી પોલીસ ઇન્સ્પેક્ટરને વિનંતી કરી.
એ જુવાનનું નામ હતું મદનલાલ. ગાંધીજીનું ખૂન કરવા ફરતાં લોકોના મંડળમાં સામેલ થઈ ગયો. બોમ્બ નકામો નીકળ્યો ને મદનલાલ પકડાઈ ગયો એ જાણ્યું એટલે તેનો સાથી કાવતરાખોર નથુરામ વિનાયક ગોડસે દિલ્હી આવી ગયો.
ગોડસે બિરલા ભવનની આજુબાજુ ભટકવા લાગ્યો તે ખાખી જાકેટ પહેરી રાખતો હતો જાકીટમાં ખિસ્સામાં એક નાની રિવોલ્વર રાખીને ફરતો હતો.
25મી જાન્યુઆરી 1948 ને રવિવારે પ્રાર્થના સભામાં રોજ કરતા વધારે મેદની થઈ ગાંધીજી ખુશ થયા એમણે લોકોને બેસવા માટે રોજ આસન અથવા જાડી ખાદીનો ટુકડો લઈને આવવા કહ્યું કારણ કે શિયાળાના લીધે ઘાસ ઠંડુ અને ભીનું રહેતું હતું એમણે કહ્યું હિન્દુઓ અને મુસલમાનો પાસેથી મને એ જાણીને સંતોષ થાય છે કે દિલ્હી એ હૃદયોનો આવો મેળ ક્યારેય જોયો નથી આવી સુધરતી જતી સ્થિતિમાં શું એવું ન થઈ શકે કે પ્રત્યેક હિન્દુને શીખ જ્યારે પ્રાર્થનામાં આવે ત્યારે પોતાની સાથે એક એક મુસલમાનને પણ લઈ આવે ?ગાંધીજીને મન ભાઈચારાનું એ સાચું ઉદાહરણ હતું.
પણ મદનલાલ ગોડસે ને તેમના જેવા સિદ્ધાંતોને માનનારા બીજા ઘણા હિંદુ પ્રાર્થનામાં મુસલમાનો આવે તેથી તે કુરાનની આયાતો પઢવામાં આવે તેથી ધૂંઆ પૂંઆ થતા હતા તે સિવાય એમના મનમાં એવી પણ આશા હતી કે હિંસા હાજરીને ભારતને ફરીથી એક કરવાના માર્ગમાં ગાંધીજીનું મૃત્યુ પહેલા પગથિયા રૂપની વડશે તેઓ ગાંધીજીને વચમાંથી ખસેડી મૂકીને મુસલમાનોને આરક્ષિત સ્થિતિમાં મૂકી દેવા માંગતા હતા. ગાંધીજીની હત્યાથી મુસલમાનોના કટ્ટર વિરોધીઓ કેટલા ભયંકર અને અરાજ્ક્તાવાદી હોય છે એ ખુલ્લું થઈ જશે તેનું ઊલટું પરિણામ આવશે તેનું તેમને ભાન જ રહ્યું નહીં.
ઉપવાસ પછી તંગ વાતાવરણ હળવું થયું હોવા છતાં પણ ગાંધીજી નવી અનુભવ વિનાની સરકાર સામે આવતી મુશ્કેલીઓનું ધ્યાન રાખવા લાગ્યા હતા કોંગ્રેસની કાર્યશક્તિમાં એમને શ્રદ્ધા રહી ન હતી મોટાભાગની વાતોનો આધાર ટોચના બે નેતાઓ ઉપર હતો એક હતા વડાપ્રધાન નહેરુ બીજા ઉપવડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ એ બંને હંમેશા એક બીજા જોડે સહમત નહોતા થઈ શકતા બંનેના સ્વભાવે એકબીજાથી ઉલ્ટા હતા બંને વચ્ચે સંઘર્ષ ચાલતો હતો ગાંધીજીને તેનો દુઃખ હતું. ખરું જોતા મામલો એટલે સુધી આવ્યો હતો કે નહેરુને સરદાર સરકારમાં એક સાથે કામ કરી શકશે કે કેમ તેની પણ ગાંધીજીને શંકા થવા લાગી હતી. બેમાંથી એકની પસંદગી કરવાનો વખત આવ્યો હોત તો ગાંધીજી કદાચ નેહરુની જ પસંદગી કરત સરદારને તેઓ જૂના મિત્ર તરીકે ને કુશળ સંચાલક તરીકે ઓળખતા હતા પરંતુ નહેરુ પ્રત્યે એમનો સદભાવ હતો.
હિન્દુ મુસલમાનો પ્રત્યે નહેરુ સમભાવની દ્રષ્ટિએ જોતા હતા એવી ગાંધીજીને ખાતરી હતી સરદાર ઉપર રાજકારણમાં હિન્દુઓનો પક્ષપાત કરતા હોવાનો આરોપ હતો.
છેવટે ગાંધીજી એવા નિર્ણય પર આવ્યા કે નહેરુ અને સરદાર એકબીજા માટે અનિવાર્ય છે બેમાંથી એકના પણ વિના સરકાર તદ્દન નબળી બની જશે તેથી ગાંધીજીએ નહેરુને અંગ્રેજીમાં એક ચિઠ્ઠી લખી હતી તેમાં લખ્યું હતું કે નહેરુ અને સરદારે દેશના માટે એક થઈને રહેવું જોઈએ 30 મી જાન્યુઆરીએ સરદાર બિરલાભવનમાં ગાંધીજીને મળવા અને આ સંદેશો સાંભળવા આવ્યા હતા.
પાંચ ઉપર પાંચ મિનિટ થઈને પ્રાર્થનામાં જવાનું મોડું થતા ગાંધીજી અધિરા થઈ ગયા તેમણે સરદાર પટેલને વિદાય કર્યા. આભા અને મનુના ખભા પર હાથ રાખીને તેમણે ઉતાવળે ઉતાવળે પ્રાર્થના સ્થાન તરફ જવા માંડ્યું જ્યાં તેઓ પ્રાર્થના સ્થળ ઉપર આવ્યા ત્યાં નથુરામ ગોડસે કોણીથી લોકોને બાજુએ કરતો આગળ આવ્યો એ ગાંધીને નમવા માંગતો હોય એવું લાગ્યું એનો હાથ ખિસ્સામાંની પિસ્તોલ ઉપર હતો.
ગોડસે ના નમસ્કાર નો ને હાજર રહેલા લોકોના આદર્શ સૂચક ભાવોનો સ્વીકાર કરતા ગાંધીજીએ હાથ જોડ્યા હસીને સૌને આશીર્વાદ આપ્યા તે જ વખતે ગોડસે પિસ્તોલ નો ઘોડો દાબ્યો, ગાંધીજી ઢળી પડ્યા તેમની જીવન લીલા સમાપ્ત થઈ ગઈ તેમનામાં આમાંથી આખરી શબ્દ નીકળ્યો હે રામ.
The Life of Mahatma Gandhi, by Louis Fischer માંથી સાભાર

Social