ગુજરાતમાં એક સાથે 50 IAS અધિકારીની સામુહિક બદલી,ગાંધીનગર કલેકટરની પણ કરાઇ બદલી

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે,ત્યારે રાજ્યમાં બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે.રાજ્યના 50 આઇએએસ અધિકારીઓની સામુહિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લા કલેકટર એચ.કે.કોયાની કરાઇ બદલી તેમના સ્થાને નવા કલેકટર તરીકે એમ.કે દવેની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રવાસન વિભાગના એમડી ડો. સૌરવ પારધીની પણ બદલી કરી દેવામાં આવી છે. આ સાથે ગાંધીનગરના ડીડીઓ સુરભી ગૌતમની આઇસીડીસીમાં બદલી કરાઇ છે.જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદની પણ બદલી કરવામાં આવી છે. જ્યારે જી.ટી. પંડ્યા – કલેક્ટર, મોરબીની બદલી અને કલેક્ટર, દેવભૂમિ-દ્વારકા તરીકે કરાઈ છે. વડોદરા કલેકટર એ બી ગોરની મુખ્યમંત્રી કાર્યાલયમા નિયુક્તિ કરાઈ છે જેઓ ખાસ ફરજ પરના અધિકારી તરીકે કામગીરી કરશે.ગાંધીનગર, મોરબી, વડોદરા, નવસારી ,ખેડા, ગીર સોમનાથ, વલસાડ,‍‌‌ સુરત, છોટાઉદેપુરના કલેકટરોની બદલી કરાઈ છે. ગાંધીનગર કલેકટર તરીકે એમ કે દવેની બદલી કરાઈ છે. જ્યારે બી એ શાહ જામનગર કલેકટરની વડોદરા કલેકટર તરીકે બદલી કરાઈ છે. અમિત યાદવ કલેકટર નવસારીથી ખેડા-નડિયાદ બદલી કરાઈ છે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા બદલીના આદેશ આપવામાં આવ્યા છે.

Social