કેમ છો , સાણંદ ? મનોહર ટાઈમ્સ મોબાઈલ એપમાં આપનું સ્વાગત છે.

મનોહર ટાઇમ્સ હવે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મોબાઈલ એપ્લિકેશન રૂપે પગલું માંડી રહ્યું છે એમાં પણ આપનો સાથ સહકાર મળી રહેશે તેવી અપેક્ષા. 15 ઓગસ્ટ 2013 ના રોજ સાણંદ નું પોતાનું સાપ્તાહિક મનોહર ટાઈમ્સ ની શરૂઆત થઈ, જેના ઉદ્ઘાટન સમારોહમાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 પૂજ્ય જાનકીદાસજી બાપુએ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા, મુખ્ય મહેમાન તરીકે સાણંદના વિકાસ પુરુષ સ્વર્ગસ્થ રવુભા વાઘેલા, શિક્ષણવિદ ડોક્ટર કિરીટભાઈ જોશી, પાટીદાર સંદેશના તંત્રી શામજીભાઈ પટેલ, જાણીતા ચિંતક વિચારક ઉમેશચંદ્ર શ્રીવાસ્તવ, તેમજ રાજકીય ક્ષેત્રે ગુજરાત કક્ષાએ પહોંચેલ સાણંદનું ગૌરવ એવા પ્રદિપસિંહ વાઘેલા અને પંકજસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અને આ સમગ્ર સમારોહમાં ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે જાણીતું નામ અને સાણંદ ને ગૌરવ અપાવનાર હાલ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર તરીકે બિરાજમાન ડો જયેન્દ્રસિંહ જાદવે પોતાની આગવી શૈલીમાં સંચાલન કરીને પ્રાણ પૂર્યો હતો , તેઓને આ તબક્કે અમે આભાર સહ યાદ કરીએ છીએ. મનોહર ટાઇમ્સ ની અવિરત પ્રસદ્ધિ સાથે , કોરોના કાળ માં પણ અમારો એક પણ અંક અટક્યો નથી .જેનો શ્રેય અમારા વિજ્ઞાપનદાતાઓ તેમજ લેખકો સ્વ .પુરષોત્તમ સોલંકી , સ્વ.ભાનુભાઇ મેહતા , સ્વ.આવડદાન ગઢવી (કવિરાજ) , ઉમેશચંદ્ર શ્રીવાસ્તવ , પૂજ્ય રામેશ્વરદાસ હરીયાણી(કથાકાર) ,જયેશભાઈ શાસ્ત્રીજી (કથાકાર), ગૌરવભાઈ ઠક્કર ,દર્શનભાઈ પંડ્યા, વિમલભાઈ ત્રિવેદી , સંચીતાબેન પ્રજાપતિ , નિકીતાબેન ચૌહાણ , જતીનભાઈ રાવલ ,સોહીલભાઈ મીરાની ,આશિષભાઇ પ્રજાપતિ ના ખાસ આભારી છીએ .મનોહર ટાઈમ્સને ૧૦ વર્ષ પૂર્ણ થઇ ગયા છે ત્યારે મનોહર ટાઇમ્સ ડિજિટલ ક્ષેત્રે પ્રજાસત્તાક પર્વ એટલે 26 જાન્યુઆરી 2024 ના રોજ પ્રવેશ કરી ચૂક્યું છે ત્યારે આ મોબાઈલ એપ્લિકેશન ના માધ્યમથી અમે તમને સાણંદ અને સાણંદ આસપાસ ની વિવિધ ન્યુઝ અપડેટ આપતા રહીશું, સાથે સાથે સાહિત્યસભર લેખોની હારમાળા તો ખરી જ. વળી આ મોબાઇલ એપમાં સાણંદની વિવિધ માહિતી આપને મળી રહેશે, જેમકે સાણંદની કચેરીઓ ના નંબર, અધિકારીઓ ના નંબર, સરપંચશ્રીઓ ,તલાટીશ્રીઓના નંબર, સાણંદ એસટી ટાઇમ ટેબલ ,રેલવે ટાઇમ ટેબલ, હોસ્પિટલ્સના નંબર સામાજિક સંસ્થાઓ ના નંબર, વેપારી એસોસિએશન તેમજ બિઝનેસ લિસ્ટીગમાં વિવિધ લોકલ માર્કેટને પણ જોડવામાં આવશે. ટૂંકમાં અમે એક સાણંદનું લોકલ સર્ચ એન્જિન આપવાનો પ્રયાસ કરીશું. આ બધી માહિતી તબક્કા વાર ઉમેરાતી જશે. વળી આ મોબાઈલ એપમાં અમે એક ફરિયાદ ફોર્મ પણ મૂકેલું છે, જેમાં તમે તમારા ગામની કે શહેરની સ્થાનિક સમસ્યા લખી અને તેમાં ફોટોગ્રાફ પણ અપલોડ કરી શકશો, અમે સરકારના જે તે વિભાગમાં પહોંચાડીશું અને જરૂર પડે ન્યૂઝ રૂપે પ્રસિદ્ધ પણ કરીશું. ટૂંકમાં મનોહર ટાઈમ્સ મોબાઇલ એપ્લિકેશન જો તમારા મોબાઇલમાં હશે તો એ તમારી તાકાત બની રહે એવા અમારા પ્રયત્નો હશે. આભાર સહ, હવે મળીશું દિવસની પોઝિટિવ શરૂઆત કરાવતી કોલમ સુપ્રભાત સાણંદમાં….. આવજો.

Social