અમદાવાદ જિલ્લામાં મસીના ત્રાસથી વાહનચાલકો ત્રાહિમામ

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લાં બે અઠવાડીયાથી મસી જેવી જીવાતનો આંતક વધ્યો છે, ખાસ કરીને ટુ-વ્હીલર પર જતાં લોકોની આંખમાં મસી પડતાં રોડની સાઈડમાં ઊભા રહેવાની ફરજ પડે છે. તો અકસ્માત ભોગ બનતા કેટલાક ચાલકો માંડ બચ્યા છે,ખાસ કરીને મસી પીળા અને સફેદ કલરના કપડાં પર સૌથી વધુ ચોંટે છે. જો કે, મસી આંખમાં પડે ત્યારે આંખ ચોળવાથી આંખનું ઈન્ફેક્શન થવાની શક્યતા લોકો વક્ત કરી રહ્યા છે.

Social