વડોદરાની ખાનગી કંપનીમાં બ્લાસ્ટ થતાં ૩ લોકોનાં મોત, પોલીસ ઘટના સ્થળે

વડોદરાની એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. પાદરાના એકલબારા ગામ નજીક આવેલી ઓનીરો કંપનીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટમાં 4 કામદાર ઇજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં ત્રણ કામદારનાં મોત થયાં છે, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તની હાલ સારવાર ચાલી રહી છે.
સૂત્રોના કહેવા અનુસાર કંપનીના એમઇ પ્લાન્ટમાં ગેસ-લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતાં લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં બનાવને લઈને 108 અને પોલીસને જાણ કરાતાં પોલીસ તાત્કાલિક સ્થળે પહોચી હતી ઘટનામાં 4 જેટલા લોકોને ગંભીર ઇજાઓ થતાં 108 મારફતે સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસડેવા આવ્યા હતા , હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલાં ૩ લોકોના મોત થયા છે. હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Social