AMCના વર્ષ 2024-25ના ડ્રાફ્ટ બજેટમાં કરેલા આયોજનની હાઈલાઈટ્સ

વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં મહત્ત્વની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. 45 કરોડનાં ખર્ચે વર્ષ દરમિયાન વિવિધ ટી.પી. માં 67 કિ.મી.નાં ટી.પી. રોડ ખોલવાનું તથા રસ્તા બનાવવાનું આયોજન છે. જેમાં હંસપુરા, ચિલોડા, ભાડજ, મકરબા, સરખેજ, કઠવાડા, કમોડ, નિકોલ સાથેનાં નવા સમાવિષ્ટ વિસ્તારનો સમાવેશ થશે.

આયોજનની હાઈલાઈટ્સ

  • 15.65 કીમી લંબાઈના ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ ફેઝ-2 1230 કરોડના ખર્ચે આયોજન
  • ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધી 4.5 કિ.મી. પશ્ચિમ પૂર્વ બન્ને બાજુએ રીવરફન્ટ ફેઝ-3નું 1 હજાર કરોડનાં ખર્ચે આયોજન
  • 250 કિ.મી.ના રસ્તા રીગ્રેડ, 50 કિ.મી.ના માઈકો રીસરફેસીંગ તથા 100 કિ.મી.ના ડસ્ટ ફ્રી રોડ મળી કુલ 400 કિ.મી.ના રોડ 790 કરોડનાં ખર્ચે બનાવાશે
  • 135 કરોડનાં ખર્ચે 05 આઈકોનિક રોડ બનાવાશે જેમાં પાર્કિંગ, ગ્રીન બેલ્ટ સાથેના વોક-વે, સીટીંગ એરેજમેન્ટ, ઈ.વી.ચાર્જિંગ સાથેની સુવિધાઓ હશે
  • લો-ગાર્ડન પ્રીસીન્ટ ડેવલપમેન્ટ અંતર્ગત લો-ગાર્ડનની આજુબાજુનાં રોડ ડેવલપમેન્ટનું 75 કરોડનાં ખર્ચે આયોજન
  • 15 કરોડનાં ખર્ચે શહેરના પ્રવેશ થતા ચારે બાાજુના રોડ પર સીટી એન્ટ્રી ગેટ બનાવવાનું આયોજન
  • Olympic-2036 ધ્યાને લઇ 5 કરોડનાં ખર્ચે સીટી માસ્ટર પ્લાન જેમાં રોડ, ડ્રેનેજ, વોટર અને ટ્રાફિક બનાવવાનું આયોજન
Social