વડોદરા પાસે બે ટ્રકનો અકસ્માતમાં એકનું મોત નીપજયું

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર વડોદરા પાસે એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસે એક ટ્રક અને અન્ય પાઉડર ભરેલી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં ફસાઇ ગયો હતો. જેને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત ઉઠીવી હતી. અન્ય એકને ગંભીર ઇજા સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માત થતાં હાઇવે ઉપર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

Social