રાજ્યમાં 594 PSI અને 232 PIની બદલી જાહેર થઈ

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા PI, PSIમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. અમદાવાદ, સુરત,વડોદરા, રાજકોટ સહિત રાજ્યમાં ગૃહ વિભાગે એકસાથે હથિયારધારી 43 PSI અને 551 બિન હથિયારધારી PSIની બદલીનો ઓર્ડર કર્યો છે. સાથે સાથે એકસાથે રાજ્યમાં 232 બિન હથિયારધારી PIની બદલીનો ઓર્ડર સરકારે કર્યો છે. મોટાભાગના બિનહથિયારધારી PSI અને PIને જાહેરહિત માટે બીજા શહેર મોકલ્યા છે.હજુ ટૂંક સમયમાં IPS અધિકારીઓની બદલી પણ થવાની પૂરેપૂરી શક્યતા છે.

Social