સાણંદનું નિધરાડ ફાટક આજ થી 5 દિવસ સુધી બંધ રહેશે, કડી બાજુ જવા વૈકલ્પિક રુટ ખોડા ફાટક

સૂત્રોના કહેવા મુજબ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના સાણંદ-છારોડી સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નં. 22A કિમી 524/3-4 (સાણંદ રેલવે ફાટક) સમારકામ અને જાળવણી કામ હેતુસર 1 ફેબ્રુઆરી, 2024ના રોજ સવારે 8 કલાકથી 5 ફેબ્રુઆરી, 2024ના રોજ 20.00 કલાક સુધી (કુલ 05 દિવસ) બંધ રાખવામાં આવ્યું છે. જેને લઈને રેલ્વે વિભાગે લોકોને આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નં. 29 (ખોડા રેલવે ફાટક) અને રેલવે ક્રોસિંગ નં. 37 (સચાણા રેલવે ફાટક)નો ઉપયોગ કરવા જણાવ્યુ હતું.

Social