ગાંધીનગર SOGએ અરવલ્લી જિલ્લામાં નોંધાયેલ અનૈતિક દેહવ્યાપારના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

અરવલ્લી જિલ્લામાં નોંધાયેલ અનૈતિક દેહવ્યાપારના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ગાંધીનગર એસઓજીએ ઝડપી પાડયા છે. એસઓજીની ટીમે નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પડી કાયદેસરેની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લા વિસ્તારમાં તેમજ અન્ય જિલ્લાઓમાં નોંધાયેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવા ગાંધીનગર રેન્જ ડી.આઇ.જી.પી. વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીની સુચના મુજબ એસ.ઓ.જી. પો.ઇન્સ.વી.ડી.વાળા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ અધિકારી/કર્મચારીઓની જુદી-જુદી ટીમો બનાવી આ દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા કાર્યરત હતાં. આ દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશનના અનૈતિક દેહવ્યાપાર પ્રતિબંધ અધિનીયમ મુજબના કામે નાસતો ફરતો આરોપી ધર્મેન્દ્રસિંહ ભેરૂસિંહ રાવ રહે. રાજપુત મહોલ્લા, ભાટોલી, પીંડાવલ તા.જિ.ડુંગરપુર, રાજસ્થાન વાળાને બાતમીવાળી જગ્યાએથી ધરપકડ કરી, આગળની કાર્યવાહી કરવા ચિલોડા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

Social