ગુજરાત સરકારનું કાલે બજેટ

વિધાનસભામાં બજેટ સત્રનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે અને આવતીકાલે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ ૧પી વિધાનસભાના ચોથા સત્રનું પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી આવતી હોવાથી આ બજેટમાં નવા કોઈ કરવેરા નાખવામાં આવશે નહી અને અનેક નવી યોજનાઓની ભરમાર જોવા મળી શકે છે. વીજશુલ્ક અને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત મળી શકે છે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. બજેટમાં ખેડૂતો માટે પણ કેટલીક જાહેરાતો કરવામાં આવી શકે છે. લોકસભાની ચૂંટણી આવતી હોવાથી સરકાર કોઈ નવા કરવેરા લાદવાથી દૂર રહેશે અને મહિલાઓ માટે પણ નવી યોજનાઓથી લઈ હાલ જે યોજનાઓમાં છે તેનો વિસ્તાર કરી શકે છે.

૧૫મી વિધાનસભાના ચૌથા સત્રનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે અને આવતીકાલે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરશે. બજેટ કેવું હશે અને તેમાંથી કેવો પટારો ખૂલશે તેણે લઈ ઉત્કંઠા જોવા મળી રહી છે પણ માનવમાં આવી રહ્યું છે કે, આ બજેટમાં કોઈ નવા કરવેરા લાદવામાં આવશે નહી. લોકસભાની ચૂંટણીને લઈ સરકાર રાહત આપી શકે છે અને તદ ઉપરાંત ડઝનથી વધારે નવી યોજનાઓ પણ લાવી શકે છે. ખાસ કરીને ખેડૂતો અને મહિલાઓ ઉપર ફોક્સ કરવામાં આવી શકે છે. વીજ શુલ્ક અને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત મળવાની શક્યતા જોવામાં આવી રહી છે. બજેટનું કદ ૩.૫૦ લાખ કરોડ સૂચવાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિધાનસભાનું બજેટ સત્ર એક મહિનો ચાલવાનું છે અને તેમાં અનેક વિધેયકો પણ પસાર થવાના છે.

Social