માત્ર 6 દિવસ પહેલા જ નોકરીએ લાગેલા સિક્યુરિટી ગાર્ડને દર્દનાક મોત મળ્યુ

માત્ર 6 દિવસ પહેલા જ નોકરીએ લાગેલા સિક્યુરિટી ગાર્ડને દર્દનાક મોત મળ્યુ હતું. ઓરવાડમાં એક વર્કશોપમાં રાત્રિ એ ફરજ બજાવતો સિક્યુરિટી ગાર્ડ પર લોખંડનો સ્લાઈડિંગ ગેટ બંધ કરતાં સમયે તેના પર જ પડ્યો હતો. જ્યાં મહાકાય ગેટ નીચે દબાઈ જતા ગાર્ડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાનાં ઓરવાડ ગામે અરેરાટીભર્યો બનાવ બન્યો હતો. અકસ્માતની આ ઘટના વર્કશોપમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, સિક્યુરિટી ગાર્ડ ગેટ બંધ કરવા જતા સર્જાયેલા અકસ્માતમાં સિક્યુરિટી ગાર્ડ માત્ર ચાર સેકન્ડમાં જ ગેટ નીચે દબાઈ જાય છે અને તેનું મોત નિપજે છે. પારડી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Social