પીઆઈ તરલભટ્ટના અમદાવાદના નિવાસસ્થાને ATSના દરોડા

પોલીસના મહા તોડકાંડને લઈ મામલો ગ૨માયો છે અને તેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. રાજ્ય પોલીસ વડાએ આ કેસની તપાસ એટીએસને સોંપ્યા બાદ આકાશ પાતાળ એક કરીને પણ કૌભાંડી તરલ ભટ્ટને શોધી લાવવાની વિવિધ એજન્સીઓના ઊચ્ચ અધિકારીઓને સૂચના આપ્યા આદ ઊચ્ચ અધિકારીઓ દોડતા થયા છે. બીજી તરફ તરલ ભટ્ટે જૂનાગઢ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે જેની સુનાવણી આજે હાધ ધરવામાં આવનાર છે. બીજી તરફ તરલ ભટ્ટ અને એ.એમ.ગોહિલ એ બંને પીઆઈ હાલ ફરાર છે તો એએસઆઈ દીપક જાનીની એટીએસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ત્યારે આજે એટીએસ દ્વારા તરલ ભટ્ટના અમદાવાદ ખાતેના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા.

જૂનાગઢના મહા તોડકાંડ બાદ પોલીસની છબી ખરડાઈ છે અને આ ખરડાયેલી છબીને સુધારવા માટે ડીજીપી ખુદ મેદાનમાં આવ્યા છે. પીઆઈ તરલ ભટ્ટે કરેલા તોડકાંડ બાદ તેની તપાસ એટીએસને સોંપવામાં આવી હતી અને એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં આજે અમદાવાદના સોલા સ્થિત તરલ ભટ્ટના નિવાસસ્થાને એટીએસે દરોડા પાડ્યા હતા. જો કે, દરોડામાં શું મળ્યું તેની કોઈ વિગતો એટીએસ દ્વારા જાહેર કરવામાં આવી નથી. તરલ ભટ્ટ એન્ડ કંપની સામે કાયદાનો ગાળિયો કસાય શકે છે અને મુશ્કેલીઓ વધી શકે છે. તરલ ભટ્ટના અમદાવાદના માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં સંડોવણી બહાર આવ્યા બાદ ડીજીપીએ માનવતાના ધોરણે અન્ય જિલ્લામાં બદલી કરી હતી પણ ત્યાં પણ તરલ ભટ્ટે કારનામા કર્યા હતા. હમ નહી સુધરેંગેની તર્જ ઉ૫૨ તરલ ભટ્ટે જૂનાગઢમાં પણ મહાકાંડ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તરલ ભટ્ટ ફરાર છે અને જૂનાગઢ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.

Social