અમદાવાદના રસ્તાઓ પર ત્રણ દાયકા પછી ડબલ ડેકર પરત ફરી, AMTSએ પહેલો રૂટ નક્કી કર્યો

ગુજરાતના આર્થિક હબ અમદાવાદમાં ફરીથી ડબલ ડેકર બસો દોડશે. ગિફ્ટ સિટીમાં ડબલ ડેકર બસ સેવા શરૂ થયા બાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસિસ (AMTS) એ ડબલ ડેકર બસો ચલાવવાનો નિર્ણય લીધો છે. આરટીઓ તરફથી પરવાનગી મળ્યા બાદ વાસણાથી આરટીઓ રૂટ પર ડબલ ડેકર દોડશે.

મુંબઈની જેમ અમદાવાદમાં પણ ડબલ ડેકર દોડશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં ડબલ ડેકર બસો દોડાવવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ કેટલીક ડબલ ડેકર બસો પણ શરૂ કરી હતી. આ પછી બંનેએ તેમાં સવારી પણ કરી. હવે ગુજરાત સરકારે રાજ્યના આર્થિક હબ અમદાવાદમાં ડબલ ડેકર ચલાવવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારની લીલી ઝંડી બાદ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)એ પણ આ માટેની વધુ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં સૌપ્રથમ વાસણાથી આરટીઓ વાયા આશ્રમ રોડ સુધી ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે. AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસીસ) અમદાવાદમાં ડબલ ડેકરનું સંચાલન કરશે. AMTSએ આઠ બસો મંગાવી છે. પ્રથમ બસ મળ્યા બાદ હવે એએમટીએસે આરટીઓ પાસે પરવાનગી માંગી છે.

Social