વડોદરામાં ઓનીરો કંપનીમાં બ્લાસ્ટ થતા 3 લોકોના મોત મામલો, બીજા દિવસે મૃતદેહોને પરિવારજનોએ સ્વીકાર કર્યો

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગઈકાલે એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. પાદરા તાલુકાના એકલબારા ગામ નજીક આવેલી ઓનીરો કંપનીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટમાં 4 કામદાર ઇજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં ત્રણ કામદારનાં મોત નીપજ્યા હતા જ્યારે એક સારવાર હેઠળ છે. આ બનાવ બાદ પરિવારજનો દ્વારા મૃતદેહને સ્વીકારવાની ના પાડતા તંત્ર દોડતું થયું હતું. અંતે કંપનીએ સહાયની લેખિત બાંયધરી આપતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યા છે અને પોસ્ટ મોર્ટમ બાદ વતન લઈ જઈ અંતિમ સંસ્કાર કરશે.

Social