મનોહર ટાઈમ્સ ના વાંચકો માટે વિશેષ લેખ :બજેટ 2024-25 મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છેઃ

સરકાર મુખ્યત્વે ‘ગરીબ’ ‘મહિલા’ ‘યુવા’ અને ‘અન્નદાતા’ (ખેડૂત ) ના ઉત્થાન પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકોસિસ્ટમ
સરકાર મેન્યુફેક્ચરિંગ અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકો આપીને ઈ-વ્હીકલ ઈકોસિસ્ટમનું વિસ્તરણ અને મજબૂતીકરણ કરશે.

રૂફટોપ સોલારાઇઝેશન અને મફત વીજળી
રૂફટોપ સોલારાઇઝેશન દ્વારા, એક કરોડ પરિવારો દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવવા સક્ષમ બનશે. આ યોજના અયોધ્યામાં રામ મંદિરના અભિષેકના ઐતિહાસિક દિવસે પ્રધાનમંત્રીના સંકલ્પને અનુસરે છે. આનાથી અપેક્ષિત લાભો નીચે મુજબ છે.
a. મફત સૌર વીજળીમાંથી ઘરો માટે વાર્ષિક પંદરથી અઢાર હજાર રૂપિયા સુધીની બચત અને સરપ્લસ વિતરણ કંપનીઓને વેચવાથી;;
b. ઇલેક્ટ્રિક વાહનોનું ચાર્જિંગ;
c. સપ્લાય અને ઇન્સ્ટોલેશન માટે મોટી સંખ્યામાં વિક્રેતાઓ માટે ઉદ્યોગસાહસિકતાની તકો;
d. ઉત્પાદન, સ્થાપન અને જાળવણીમાં તકનીકી કુશળતા ધરાવતા યુવાનો માટે રોજગારની તકો;

આયુષ્યમાન ભારત
આયુષ્માન ભારત યોજના હેઠળ તમામ આશા કાર્યકર્તાઓ, આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકોને સ્વાસ્થ્ય કવચ આપવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)
સરકાર મધ્યમ વર્ગના લાયક વર્ગોને “ભાડાના મકાનો, અથવા ઝૂંપડપટ્ટીઓ, અથવા ચાલી અને અનધિકૃત વસાહતોમાં રહેતા” ને તેમના પોતાના મકાનો ખરીદવા અથવા બનાવવા માટે મદદ કરવા માટે એક યોજના શરૂ કરશે. સરકાર ત્રણ કરોડ આવાસોના લક્ષ્યને પ્રાપ્ત કરવાની નજીક છે. તેમણે કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં કુટુંબોની સંખ્યામાં વધારાને કારણે ઊભી થનારી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વધુ બે કરોડ મકાનોની કામગીરી હાથ ધરવામાં આવશે.

પ્રત્યક્ષ કરવેરા
બજેટ ૨૦૨૪ માં આવકવેરાના દરોમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. આવકવેરાના વર્તમાન દરો યથાવત રહેશે.પણ કરદાતા ની સેવાઓમાં સુધારો કરવાની અને ઘણાબધા નાના કરદાતાઓની સમસ્યાઓ, વિશેષ રૂપે જેમને અપ્રમાણિત, અસંગત અથવા વિવાદિત આવક વેરા ની ડિમાંડ છે, જેમાંથી ઘણી બધી કર ની ડિમાંડ 1962ના વર્ષ સુધીની છે, જે હજુ પણ ઇન્કમ ટેક્ષ વિભાગ ના ચોપડે બાકી બોલે છે, અને જેના લીધે નાના કરદાતાઓ ને પછીના વર્ષોના રિફંડ્સ મળતા નથી. આવી બાકી વિવાદિત કર ની ડિમાંડ પાછી ખેંચી લેવાની જાહેરાત. જે પચીસ હજાર રૂપિયા (₹ 25,000) સુધીની છે જે નાણાકીય વર્ષ 2009-10 સુધીના સમયગાળાને લાગુ પડે છે અને દસ હજાર રૂપિયા (₹ 10,000) માટે નાણાકીય વર્ષો 2010-11 થી 2014-15 સુધી. આથી જાહેરાત થી અંદાજે એક કરોડ કરતા પણ વધારે કરદાતાઓને લાભ થશે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ત્રણ ગણું વધી ગયું, રિટર્ન ભરનારાઓ છેલ્લા 10 વર્ષમાં વધીને 2.4 ગણા થઈ ગયા.

Social