ગુજરાતનું 3,32,465 કરોડનું બજેટ રજૂ

આજે ગુજરાતનું બજેટ રજૂ થઈ રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ બ્લેક એન્ડ ગોલ્ડ કલરની બ્રિફકેસ સાથે વિધાનસભા પહોંચ્યા હતા. કનુભાઈ દેસાઈએ કહ્યું કે, ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે, જેમાં 2047નો રોડમેપ નક્કી કર્યો છે. ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતનું આ વર્ષના બજેટનું કદ 3,32,465 કરોડનું છે.

ગ્લોબલ હબ બને તેવો અમારો પ્રયાસઃ કનુભાઈ દેસાઈ
બજેટમાં 50 કરોડની નમો લક્ષ્મી યોજના, 1800 કરોડની સ્માર્ટ આંગણવાડી બનાવાશે.બજેટમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધા,
આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથના પાંચ સ્તંભ, રાજ્ય સરકારે 7 નવી મહાનગરપાલિકાની જાહેરાત કરી છે. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણ ગુજરાતના નવા મહાનગરો બનશે.

વિગત અપડેટ થઈ રહી છે…

Social