સુરતના પાંડેસરામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો હત્યા કરી ફરાર

સુરતના પાનેસરામાં લુન્સના કારખાનામાં કામ કરતા કારીગરની મોડી રાત્રે ચાની ટપરી પાસે હત્યા કરવામાં આવી છે. યુવક ઉતરપ્રદેશનો હતો. સુરતમાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. કારખાનામાં નાઈટ શિફ્ટમાં કામ કરતો હતો. મોડી રાત્રે કારખાનાથી દૂર ચા ટપરી પાસે અજાણ્યા શખસો આવીને યુવક પર હુમલો કરી પથ્થર અને તિક્ષ્ણ હથિયાર વડે માર મારી હત્યા કરી નાખી છે. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સૂત્રોના કહેવા મુજબ સુરતના પાંડેસરાના બાટલી બોય વિસ્તારમાં આવેલા સિલ્ક સીટી ઇન્ડસ્ટ્રીયલ ખાતે લુમ્સના કારખાનામાં કામ કરતા કારીગરની હત્યા કરવામાં આવી છે. ગત મોડી રાત્રે 32 વર્ષીય દિનેશ નિશાદ નામના કારીગરની હત્યા કરાય છે.
32 વર્ષીય દિનેશ નિશાદ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. તેરા પરિવારમાં એક પુત્ર-પુત્રી અને પત્ની છે. યુપીથી સુરત આવી દિનેશ પાંડેસરામાં સિલ્ક સીટી ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા લુમ્સના કારખાનામાં કારીગર તરીકે કામ કરી વતનમાં રહેતા તેના પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો.
પાંડેસરા પોલીસને અલગ અગલ ટીમો બનાવી આસપાસના CCTV તપાસી હત્યારાઓને પકડવા તપાસ શરૂ કરી છે.

Social