ગુજરાતના નવા ગૃહ સચિવ તરીકે પંકજકુમાર જોષીની નિમણૂક

ગુજરાતના નવા ગૃહ સચિવની નિમણૂંક કરી દેવામાં આવી છે, રાજ્યના નવા ગૃહ સચિવ તરીકે પંકજકુમારની નિમણૂંક કરવામાં આવી છે. છેલ્લાં કેટલાય દિવસોથી ગુજરાતના નવા ગૃહ સચિવના નામોને લઇને અટકળો ચાલી રહી હતી, અંતે આ અટકળોનો અંત આવ્યો છે. આખરે સરકાર દ્વારા પંકજકુમારના નામ પર અંતિમ મહોર મારી દીધી છે. પંકજકુમારને ગુજરાતના નવા ગૃહ સચિવ બનાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજયમાં નવા ગૃહ સચિવ તરીકે પંકજ કુમારની નિમણૂક સરકારે કરી છે.લોકસભાની ચૂંટણી પહેલા સરકારે અનેક આઇએસના વિભાગો બદલી દીધા છે.આ ઉપરાંત બદલી પણ કરી દીધી છે.,જયારે  કે.કે. નિરાલાને નાણાં સચિવનો વધારાનો હવાલો સોંપાયો છે.કમલ દયાણીને GSFC વિભાગના MDનો વધારાનો હવાલો સોંપાયો છે. નવા ગૃહ સચિવ પંકજકુમાર જોશી મુખ્ય સચિવ તરીકે પણ સેવાઆપી ચૂક્યા છે,તે સરકારની ગુડવિલમાં આવે છે.પંકજકુમારનું મૂળ વતન પટના-બિહાર છે. તેઓ IIT કાનપુરમાં સિવિલ એન્જીનિયરીંગ ફેકલ્ટીમાં બીટેક થયેલા છે. એ ઉપરાંત પબ્લિક પોલિસી અને મેનેજમેન્ટમાં તેમણે MBA કર્યું છે. બીજી તરફ અલ્હાબાદ-ઉત્તરપ્રદેશના વતની એવા રાજીવકુમાર ગુપ્તા પોલિટિકલ સાયન્સમાં MA થયેલા છે. ઇન્ટરનેશનલ લૉ માં તેમણે Phd કર્યું છે. યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી, ટોક્યોમાં તેમણે ઇન્ટરનેશનલ ટ્રેડ અને એનવાયર્નમેન્ટલ ગવર્નન્સમાં સર્ટિફિકેટ કોર્સ કર્યો છે. પંકજ કુમાર 1986 બેચના IAS ગુજરાત કેડરના અધિકારી છે.
Social