અડાલજ રોડ પર દંપતીને ટક્કર મારી અજાણ્યો વાહનચાલક ફરાર, પત્નીનું મોત

     ગાંધીનગરના અડાલજથી સરગાસણ તરફ સ્વાગત ફલેમીગો કટ નજીક અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન પૂરપાટ ઝડપે ચલાવી દંપતીને ટક્કર મારી ફરાર થતા ગંભીર ઈજાગ્રસ્ત પત્નીનું સારવાર દરમ્યાન મોત થયું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
      સૂત્રોના જણાવ્યા અનુસાર કલોલ રાજનગર સોસાયટીમાં રહેતો મિત ગોસ્વામી સાંતેજ ખાતે અરવિંદ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ફાયર ડીપાર્ટમેન્ટમા ફાયરમેન તરીકે નોકરી કરે છે. જ્યારે તેના પિતા મહેન્દ્રપુરી બળદેવપુરી ગોસ્વામી સુરેન્દ્રનગર જી.ઇ.બીમાં ફરજ બજાવે છે અને માતા સુશીલાબેન ગૃહિણી હતા. મિત નોકરી ઉપર હાજર હતો. તે સમયે અજાણ્યા નંબરથી કોઈએ ફોન કરીને જાણ કરેલ કે, તમારા માતા પિતા અડાલજથી સરગાસણ ખ-0 તરફ આવતાં રોડ ઉપર સ્વાગત ફલેમીગો ફલેટ પાસે રોડ ક્રોસ કરતી વખતે કોઈ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો.  જ્યાં તેની માતા સુશિલાબેનને વધુ સારવાર અર્થે ખાનગી  હોસ્પિટલ લઈ જવાયા છે. અને જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે સુશીલાબેનને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મિતની ફરીયાદના આધારે સેકટર - 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Social