પાલનપુર UGVCL ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર ‌રૂ.50 હજારની લાંચ લેતાં ઝડપાયો

ઉત્તર ગુજરાત વીજ કંપનીની પાલનપુર વર્તુળ કચેરીના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેરને ગુરૂવારે કોન્ટ્રાકટરનું મંજુર થયેલું ટેન્ડર એપ્રુવ કરવા માટે રૂપિયા 50,000ની લાંચ લેતાં એસીબીની ટીમે તેની ચેમ્બરમાંજ ઝડપી લીધો હતો. કર્મચારીના થેલામાંથી લાંચની રકમ કબ્જે લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઇલેક્ટ્રીકલ લેબર તરીકેના વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાકટરનું રૂપિયા 83,00,000નું ટેન્ડર મંજુર થયું હતુ. જેને એપ્રૃવ કરવા માટે ઉત્તર ગુજરાત વીજ કંપનની પાલનપુર વર્તુળ કચેરીમાં ગયા હતા. જોકે, કચેરીનો ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર સંજયકુમાર રસિકલાલ પટેલે કુલ ટેન્ડરની એક ટકા રકમ પ્રમાણે રૂપિયા 82,000ની લાંચની માંગણી કરી હતી. જેમાં છેલ્લે 70 હજાર નક્કી કરવામાં આવ્યા હતા. અંગે મહેસાણા એસીબી પી. આઇ. એસ. ડી. ચાવડાએ જણાવ્યું હતુ કે, કોન્ટ્રાકરટે ફરિયાદ નોંધાવતાં ટીમ સાથે ટ્રેપ કરી હતી. જ્યાં સંજય પટેલની ચેમ્બરમાં થેલામાંથી લાંચની રકમ રૂપિયા 50,000 કબ્જે લઇ તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Social