પાટણ પાલિકાએ મિલ્કતવેરો બાકી ગ્રાહકોના નળ કનેકશન કટ કર્યા

પાટણ નગરપાલિકા દ્વારા નવેમ્બર 2023 થી બાકી વેરાની વસૂલાત માટે હાથ ધરવામાં આવેલ ઝુંબેશ દરમિયાન તા.31 મી જાન્યુઆરીના સમય સુધીમાં કુલ 122 નળ કનેકશન અને 80 ભૂગર્ભ ગટર કનેકશન કાપવામાં આવતાં બાકી વેરા મિલકત ધારકોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાલિકા દ્વારા બાકી વેરા વસુલાતની ઝુંબેશ માટે બાકી વેરા મિલકત ધારકોને નોટિસ આપ્યા બાદ પણ તેઓ દ્રારા બાકી વેરા ની રકમ ભરપાઈ નહિ કરાતા છેવટે પાલિકાએ ઝુંબેશ શરૂ કરતાં બાકી વેરા મિલકત ધારકો ના ઘરે ઘરે જઈને બાકી વેરા ની રકમ ભરપાઈ કરવા માટે કડક સુચનાઓ આપી અત્યાર સુધીમાં કુલ 122 નળ કનેકશન તેમજ 80 ભૂગર્ભ ગટર ના કનેકશન કાપી વેરા વસુલાતની ઝુંબેશ સધન બનાવવા બાકી વેરા મિલકત ધારકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Social