કઠલાલ નજીક લક્ઝરી પલટી મારતા 13 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત

ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાં ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી સુરત જઈ રહેલ લક્ઝરી બસ કપડવંજના કઠલાલ રોડ પર ઉદાપુરા નજીક પલટી ખાઈ જતા બસમાં સવાર આશરે 44 માથી 13 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી છે. જેને લઈને પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
કપડવંજના આતરસુબા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી પસાર થતાં કઠલાલ રોડ પર ઉદાપુરા પાટીયા નજીક એક લકઝરી બસ રાજસ્થાનથી સુરત જઈ રહી હતી. ત્યારે લકઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડના ખાડામાં બસ ખાબકી હતી. અકસ્માત થતાં આસપાસના લોકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા. લક્ઝરી બસમાં સવાર આશરે 44 મુસાફરમાંથી 13 જેટલા મુસાફરોને ઇજા થતાં સારવાર માટે કપડવંજ અને કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. સાથે પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો

Social