અમદાવાદમાં હોમગાર્ડે રેશનકાર્ડમાં નામ બદલી કરવા માટે રૂ. 2000ની લાંચ લેતા ACBએ ઝડપી લીધો

અમદાવાદમાં હોમગાર્ડ રેશનકાર્ડમાં નામ અલગ કરાવવા માટે લાંચ માંગતા હોવાનું સામે આવ્યું છે. શહેરના સરદારનગર ડિવિઝનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા દશરથ ઠાકોરને એસીબીએ રેશનકાર્ડમાં નામ અલગ કરવા માટે રૂપિયા 2000ની લાંચ લેતા સૈજપુર ટાવર પાસે રંગે હાથ ACBએ ઝડપી પાડ્યા છે.
સૂત્રોએ કહ્યું કે ​​​​​​​પૂર્વ વિસ્તારમાં રહેતા વ્યક્તિને એક જ રાશનકાર્ડમાં પોતાની પત્ની તથા પોતાના પુત્ર તથા પુત્રની પત્નીનું નામ ચાલે છે. પોતાના પુત્રનું રેશનકાર્ડ અલગ કરવા તેઓ કુબેરનગર ખાતે અન્ન અને નાગરીક પુરવઠા નિયંત્રણની કચેરી ગયા હતા. સરદાર નગર ડિવિઝનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા અને સૈજપુર ટાવર પાસે ઠાકોરવાસમાં રહેતા દશરથ ઠાકોરને રૂબરૂમાં મળ્યા હતા. તેઓએ રેશનકાર્ડ અલગ કરી આપવા રૂ. 2000 લાંચની માંગણી કરી હતી. ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોઇ એસીબીનો સંપર્ક કરતાં તેઓએ સૈજપુર ટાવર પાસે ટ્રેપ ગોઠવી તેઓને રંગે હાથ પકડી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Social