મેટ્રો સિટી અમદાવાદમાં હવે જાહેરમાં ગંદકી કરનાર અને થૂંકનારની ખેર નહીં, વિશેષ સ્કવોર્ડની કરાઇ રચના

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર સ્થળ પર ગંદકી કરનાર અને થૂંકનારાઓ સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. મેટ્રો સિટી અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો છે. એમસીએ શહેરને સ્વચ્છ રાખવા માટે ખાસ પ્લાન બનાવવામાં આવ્યો છે. જાહેર રસ્તા પર થૂંકનારા લોકો પાસેથી 50 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે. અમદાવાદના રસ્તા પર લગાવવામાં આવેલા સીસીટીવીના આધારે જાહેરમાં થૂંકનાર અને ગંદકી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. જાહેર રસ્તા પર થૂંકતા લોકો બંધ થાય એ માટે વિશેષ સ્કવોર્ડની રચના કરવામાં આવશે.

કમિશ્નરના જણાવ્યા અનુસાર AMCને પ્રોવેન્શિયલ એક્ટ હેઠળ સત્તા મળેલી છે, તેનો ઉપયોગ કરી શહેરને વધુ સ્વચ્છ બનાવવા ઝુંબેશ શરૂ કરો. આ એક્ટની જોગવાઈ મુજબ હાલમાં જાહેર રસ્તા પર થૂંકતા લોકો પાસેથી મ્યુનિ. તંત્ર રૂપિયા 50થી 100 સુધીનો દંડ વસૂલ કરી શકે છે.આવનારા સમયમાં શહેરના જાહેર રસ્તા પર લોકો થૂંકતા બંધ થાય. કચરો ફેંકી ગંદકી કરતા અટકે એ માટે ખાસ પોલિસી બનાવામાં આવશે.વિશેષ સ્કવોર્ડની રચના કરીને શહેરના તમામ ઝોનમાં તૈનાત કરાશે. શહેરને સ્વચ્છ રાખવા માટે આ ઝુંબેશને વધુ વેગવતું બનાવવામાં આવશે.

Social